નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે નિરાધારોને નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા: કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેતા લોકોનું કરાયું કાઉન્સેલિંગમોરબી: મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી (UCD) શાખા દ્વારા આશ્રયવિહોણા લોકોને આશ્રય આપવા માટે ખાસ નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા તેમજ જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. જેનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા નિમણુક કરાયેલ સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકોનું કરાયું કાઉન્સેલિંગતારીખ 22/06/2026 ના રોજ રાત્રીના સમયે કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા મોરબી શહેરમાં વ્યાપક રાત્રી ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લઈ તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમને આશ્રયગૃહનો લાભ લેવા માટે પ્રેરિત કરવાની ખાસ કામગીરી કરવામાં આવી હતી.22 લોકોને પરિવાર સાથે આશ્રયગૃહમાં ખસેડાયાખુલ્લામાં કે ફૂટપાથ પર રહેતા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ નાઈટ-ડ્રાઈવ અંતર્ગત કુલ 22 ઘરવિહોણા લોકોને શોધી કાઢીને તેમને પોતાના પરિવાર સાથે સુરક્ષિત રીતે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.આ સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા માટે કમિશનર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ મો. નં. 9726501810 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNagarpalika #UCD #ShelterHome #SocialWork #MorbiNews #GujaratNews