4 થી 5 વિસ્તારોમાં પેચ વર્ક માટેના એસ્ટીમેટ બનાવાયા : દિવાળીના તહેવારો દરમિયાન કરાયેલા ટેમ્પરરી લાઈટિંગના બિલને મંજૂરી અપાઈ : તહેવારોને ધ્યાને લઇ ફૂડ વિભાગને કડક કાર્યવાહીની સૂચના મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે.રસ્તાઓનું પેચિંગ અને સમારકામઆ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું છે કે શહેરમાં ખરાબ રસ્તાઓને લઈને 4 થી 5 વિસ્તારોમાં પેચિંગ કામ માટેના એસ્ટીમેટ બનાવવામાં આવ્યા છે. જેમાં આશીર્વાદ પાનથી લાતી પ્લોટ મેઈન રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ, નાની બજાર અને માધાપર વિસ્તારનો સમાવેશ થાય છે. વરસાદના કારણે પડેલા ખાડા પૂરવા માટે અત્યાર સુધીમાં 300 થી 350 જેટલી ગાડી મોરમ નાખવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા જેટલો થયો છે. મોરમ સપ્લાય, ટ્રાન્સપોર્ટિંગ અને રોલિંગના ટેન્ડરમાં જે કામગીરી નથી થઈ તેની રકમ બાદ કરીને બિલ ચૂકવવામાં આવશે. નવી કામગીરી માટે ખાણ ખનીજ વિભાગની મંજૂરી લઈને મહાપાલિકા પોતાના સાધનોથી મોરમ કાઢીને કામગીરી કરશે.બાયોગેસ પ્લાન્ટ અંગેનો નિર્ણયકોર્પોરેશનના વેસ્ટ કચરામાંથી બાયોગેસ બનાવવા માટેના નવા પ્લાન્ટના ટેન્ડરમાં કેટલીક વિસંગતતા હોવાથી હાલ આ પ્રોસેસ પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી સમયમાં નવી સિસ્ટમ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નવેસરથી આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.તહેવારોમાં લાઈટિંગ અને બિલની મંજૂરીઆગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્ય બજારો અને વિસ્તારોમાં જ્યાં લાઈટોની જરૂર છે ત્યાં નવી લાઈટો નાખવા અને રિપેરિંગ માટે તાત્કાલિક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ દિવાળીના તહેવારો દરમિયાન કરાયેલા ટેમ્પરરી લાઈટિંગના બિલ જે ઇલેક્શન અને બદલીઓના કારણે રોકાયેલા હતા, તેને પણ આજે મંજૂરી આપવામાં આવી છે.ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગશ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારોમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. ફૂડ વિભાગમાં ક્વોલિફાઇડ સ્ટાફની ઘટ હોવાથી, નવા સ્ટાફ માટે જાહેરાત આપીને ઇન્ટરવ્યુ દ્વારા તાત્કાલિક ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રખડતા ઢોરની સમસ્યાશહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે પણ ચર્ચા થઈ હતી. ઢોર પકડવા માટેના સ્ટાફમાં હાલ 14 માંથી માત્ર 4 લોકો જ બચ્યા છે. ગોંડલથી 10 માણસો બોલાવ્યા હતા પરંતુ તેઓ 5 થી 6 દિવસ રોકાઈને જતા રહ્યા હતા. આથી હવે લેબર ચેન્જ કરવા અથવા અન્ય વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. નંદીઓને ટ્રાન્સફર કરવા અને તેના ફંડિંગ અંગે પણ જરૂરી ચર્ચા કરાઈ છે.જનભાગીદારી યોજના અને કચેરીના કામજનભાગીદારી યોજના અંતર્ગત અગાઉ 9 સોસાયટીઓને વર્ક ઓર્ડર આપી દેવાયા છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ હવે ધારાસભ્ય અને સાંસદ પોતાની ગ્રાન્ટમાંથી પણ જનભાગીદારીના ફંડ માટે રકમ આપી શકશે, જેનાથી શહેરના વિકાસને વેગ મળશે. આ ઉપરાંત નવી કચેરીમાં 1, 2 અને 3 માળ માટેના એક્સેસ (લિફ્ટ વગેરે) ના બિલ અંગે પૂરતી માહિતી ન હોવાથી હાલ તે પેન્ડિંગ રખાયા છે અને તપાસ બાદ તેને મંજૂરી અપાશે.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #StandingCommittee #MorbiNews #GujaratNews