ટ્રાફિક સમસ્યા હલ કરવા નહેરુ ગેટ, રવાપર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં 2 અલગ-અલગ સત્રોમાં સઘન કાર્યવાહીમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા ફરી એકવાર સક્રિય બની છે. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા અને રોડ પર ફરીથી ગોઠવાઈ ગયેલા લારી-ગલ્લાવાળાઓ સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે જુદા-જુદા વિસ્તારોમાં ઝુંબેશ ચલાવીને રોડ પરના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા.સવારના સત્રમાં કરવામાં આવેલી કાર્યવાહી:એસપી રોડ પરથી રોડ પરની ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવી.રવાપર ગામ પાસે જ્યાં રોડ બને છે ત્યાંથી લારીવાળાઓને દૂર કરવામાં આવ્યા.અવની ચોકડી પાસેથી લારીવાળાઓને દૂર કરી તેઓના વજન કાંટા જપ્ત કરવામાં આવ્યા.નરસંગ ટેકરી પાસે હોકર્સ ઝોનની મુલાકાત લેવાઈ અને તેઓએ નિયત ફી ના પૈસા ભર્યા છે કે નહીં તેની પહોંચ ચેક કરવામાં આવી.રવાપર રોડ થી રવાપર ગામ સુધી મુલાકાત લઈ નડતરરૂપ લારીવાળાઓને હટાવવામાં આવ્યા.બપોરના સત્રમાં કરવામાં આવેલી કાર્યવાહી:નહેરુ ગેટ માર્કેટ પાસે ઊભા રહેતા દબાણો દૂર કરાયા.નહેરુ ગેટથી શરૂ કરી જૂના બસ સ્ટેશન થઈ રામચોક સુધીના રસ્તા પરથી તમામ લારી-ગલ્લાવાળાઓને હટાવવામાં આવ્યા.#Morbi #MorbiUpdate #MorbiNews #EncroachmentDrive #MorbiMunicipalCorporation #TrafficControl