નવલખી રોડ, જેલ રોડ અને વાવડી રોડ પર આવેલી પેઢીઓમાં ગેરરીતિ ઝડપાઇ: લાયસન્સ વિના અને અનહાઇજેનિક સ્થિતિમાં ચાલતી દુકાનોને નોટિસ ફટકારવામાં આવીમોરબી: મોરબીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણી તથા ફરસાણની 67 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન બેદરકારી દાખવનાર વેપારીઓને નોટિસ પાઠવી નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વિવિધ વિસ્તારોમાં હાથ ધરાઈ સઘન તપાસફૂડ શાખા દ્વારા નવલખી રોડ, શક્તિચોક, વાવડી રોડ અને મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલી ખાદ્ય પદાર્થની પેઢીઓમાં તપાસની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફૂડ શાખાની ટીમ દ્વારા કુલ 28 કીલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.પશુપતિ નાથ ચાઈનીઝ (નવલખી રોડ): આ પેઢીમાંથી આશરે 3 કીલો વાસી નૂડલ્સ, ફૂડ કલર, 5 કીલો મંચુરિયન, 2 કીલો વાસી ભાત અને 10 કીલો ફૂગવાળું કોબીજ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જગ્યા પર અનહાઈજેનિક સ્થિતિ જોવા મળેલ હોવાથી પેઢીને ગ્રીન નોટિસ ફટકારવામાં આવી છે.ભગવતી ફરસાણ (જેલ રોડ): આ પેઢીમાંથી 3 પેકેટ વાસી રસગુલ્લાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.મોમાઈ ફાસ્ટફૂડ (વાવડી રોડ): અહીંથી આશરે 4 કીલો જેટલા મંચુરિયન, 2 કીલો જેટલો વાસી ભાત, 1 કીલો જેટલો વાસી લોટ, ફૂગવાળી બ્રેડ અને 1 કીલો જેટલી ગ્રેવીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.વેપારીઓને કડક તાકીદઆ તપાસ દરમિયાન જે પણ પેઢીઓમાં ફૂડ લાઈસન્સ ન હતા અને અનહાઈજેનિક સ્થિતિ જોવા મળી હતી, તે તમામ પેઢીઓને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં આ કાર્યવાહી વધુ કડક બનશે તે અંગે મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સખત તાકીદ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #FoodSafety #FoodInspection #PublicHealth #MorbiCity