ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરતી બિલ્ડિંગોને નોટિસ ફટકારાઈ: 3 રેસ્ક્યુ અને 1 ફાયર કોલ અટેન્ડ કરાયામોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ 29/07/2026 થી 04/08/2026 દરમિયાન 3 કોમર્શિયલ યુનિટોમાં કુલ 32 વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શન અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી બાબતે અપૂર્તતા કે ક્ષતિઓ ધરાવતી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી હતી. સાથે જ ફાયર સેફટી પ્લાન અપ્રુવલ (FSPA) માટે મળેલી 2 અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.આ સમયગાળા દરમિયાન મોરબી ફાયર ટીમ દ્વારા 3 રેસ્ક્યુ કોલ અને 1 ફાયર કોલ સફળતાપૂર્વક અટેન્ડ કરવામાં આવ્યા હતા. નાગરિકો કોઈપણ પ્રકારની ઇમરજન્સી કે આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના ટેલિફોન નંબર (02822) 230050 તેમજ 101 અને 112 પર સંપર્ક કરવા અગ્નિશમન શાખાની યાદીમાં જણાવાયુ છે.#Morbi #MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #SafetyTraining #EmergencyService #MorbiNews #Gujarat