નિયમોનો ભંગ કરનારને નોટિસ ફટકારાઈ મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ 05/08/2026 થી 11/08/2026 દરમિયાન ફાયર પ્રિવેન્શન અંગે સઘન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત મોરબીના 2 કોમર્શિયલ બિલ્ડીંગમાં કુલ 35 લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પ્રિવેન્શનના ભાગરૂપે બિલ્ડીંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની અપૂરતી વ્યવસ્થા જોવા મળી હતી, તેને તાત્કાલિક અસરથી નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ લોકોને પ્રિવેન્શનને લગતી જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન પણ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, વિભાગને 2 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ મળી હતી, જેને વધુ કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.ફાયર વિભાગની આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો અને અગ્નિશમન સાધનોનો યોગ્ય ઉપયોગ કરતા શીખવવાનો છે, જેથી કોઈપણ ઈમરજન્સી વખતે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી મોટી દુર્ઘટના નિવારી શકાય અને જાન-માલનું રક્ષણ કરી શકાય. આ સમયગાળામાં મોરબીમાં 1 ફાયર કોલનો બનાવ બન્યો હતો, જેમાં ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોઈપણ પ્રકારની દુર્ઘટના સમયે લોકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (02822) 230050 અથવા 101 તથા 112 પર સીધો સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireSafety #MorbiMunicipalCorporation #FireDepartment #MorbiCity #FireSafetyTraining