હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : તબિયત સુધારા ઉપર મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં 9 ના મહિલા કોર્પોરેટરને અચાનક બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. આકસ્મિક રીતે તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સુધારા ઉપર છે. મળતી માહિતી અનુસાર કોર્પોરેટર નુતનબેન વિડજાને તા.5ના રોજ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની સારવાર હેઠળ હાલ તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવ્યાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો અને ભાજપના આગેવાનોએ તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે તા.7ના રોજ નુતનબેન વિડજાનો જન્મદિવસ છે. આથી, તેમના જન્મદિવસના અવસરે સર્વે શુભેચ્છકો, સ્નેહીજનો અને રાજકીય આગેવાનો દ્વારા તેમના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે.#MorbiUpdate #Morbi #MorbiNews #MorbiCorporator #RajkotHospital #HealthUpdate #GujaratNews