મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બને અને અડચણરૂપ દબાણો દૂર થાય તે હેતુથી એસ્ટેટ શાખા દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત શહેરના હાર્દ સમાન વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.મળતી વિગતો મુજબ, મોરબી મનપાની એસ્ટેટ અને દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના શક્તિ ચોકથી ગાંધી ચોક (મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ) સુધીના માર્ગ પર ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઉપરાંત પંચાસર રોડ અને વાવડી રોડ સહિતના વિસ્તારોમાં પણ રસ્તા પર નડતરરૂપ એવા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર દબાણ કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરી અંદાજિત રૂ. 11,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો.હંગામી સ્ટોલને મંજૂરીહોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને એસ્ટેટ વિભાગ દ્વારા નાગરિકોની સરળતા માટે શહેરના નિર્ધારિત વિવિધ રોડ પર શરતોને આધીન હંગામી સ્ટોલ ઉભા કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને તહેવારની ઉજવણી સુવ્યવસ્થિત રીતે થઈ શકે અને ટ્રાફિકની સમસ્યા પણ ન સર્જાય.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #EncroachmentDrive #EstateDepartment #TrafficSolution #HoliFestival #