મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મંજૂર અને અમલી વિકાસ યોજના અંતર્ગત વિકાસ પરવાનગી તેમજ ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અનધિકૃત બાંધકામોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ અત્યાર સુધી આવેલી તમામ અરજીઓની નિયમાનુસાર ટેકનિકલ ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં યોગ્ય માપદંડ ધરાવતી અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં હાલની વિકાસ યોજના વિસ્તારની કુલ ૧૨૪ અનધિકૃત બાંધકામોની અરજીઓને રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવી છે.શહેરમાં સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ વિકાસ થાય તે હેતુથી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નવી વિકાસ પરવાનગી માટેની કુલ ૫૦ અરજીઓની પણ વિગતવાર ચકાસણી કરી તેને મંજૂરી આપવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાના નગર નિયોજક દ્વારા જણાવાયું છે કે, આગામી સમયમાં આવનારી નવી અરજીઓ પર પણ પારદર્શક પદ્ધતિથી કાર્યવાહી કરી તમામ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #TownPlanning #ImpactFee #DevelopmentPermission #GujaratNews