મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને #MMC4WOMEN નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોગ્ય, જાગૃતિ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા યોજાશે. કાર્યક્રમોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:- યોગા અને ઝુમ્બા સેશન: 01/03/2026, રવિવારના રોજ સવારે 9:00 થી 10:00 વાગ્યે સરદાર બાગ, શનાળા રોડ ખાતે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે 1 કલાકનું વિશેષ સત્ર યોજાશે. આ સત્રમાં પ્રશિક્ષિત ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. - ફ્લેશ મોબ: 02/03/2026, સોમવારના રોજ સાંજે 7:00 વાગ્યે નગર દરવાજા ખાતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે ફ્લેશ મોબ યોજાશે. - હોલિકા દહન: 03/03/2026, મંગળવારના રોજ સાંજે 7:30 વાગ્યે પટેલ સમાજ વાડી, શનાળા રોડ ખાતે નારી સન્માનના સંદેશ સાથે હોલિકા દહન કરવામાં આવશે. - સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ જાગૃતિ: 05/03/2026, ગુરુવારના રોજ સવારે 10:00 થી 11:00 વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે બાળાઓ માટે “ગુડ ટચ - બેડ ટચ” અને આત્મરક્ષા અંગે માર્ગદર્શન અપાશે. - અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ: 05/03/2026, ગુરુવારના રોજ સવારે 11:15 વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે મહિલાઓના અંગત પ્રશ્નોના નિરાકરણ માટે જાગૃતિ શિબિર યોજાશે. - મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ: 06/03/2026, શુક્રવારના રોજ બપોરે 3:00 વાગ્યે મોરબી શહેરમાં 20 મેડિકલ ટીમો દ્વારા ચેકઅપ કરવામાં આવશે. જેમાં સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ, અને ટેબલેટ્સનું વિતરણ થશે. - અ ડે વિથ કમિશનર: 07/03/2026, શનિવારના રોજ સવારે 9:00 વાગ્યે મુખ્ય કચેરી ખાતે મહિલાઓને મહાનગરપાલિકાની કાર્યપ્રણાલીની મુલાકાત કરાવાશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાને પ્રોત્સાહનરૂપે 1 કલાક માટે કમિશનર તરીકે કાર્ય કરવાની તક મળશે. - નુક્કડ નાટક: 07/03/2026, શનિવારના રોજ સાંજે 7:00 થી 8:00 વાગ્યે ડી-માર્ટ ખાતે ગર્લ્સ સ્કૂલ દ્વારા મહિલા સુરક્ષા અને અધિકારો અંગે સ્ટ્રીટ પ્લે ભજવવામાં આવશે. - મહિલા સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ: 07/03/2026, શનિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહાનગરપાલિકાની મહિલા સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે. - મસ્તી સ્ટ્રીટ 4 વુમન: 08/03/2026, રવિવારના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યે વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ખાતે ભૂલાઈ ગયેલી બાળપણની રમતો રમાડવામાં આવશે. - વકૃત્વ સ્પર્ધા: 08/03/2026, રવિવારના રોજ સવારે 10:30 વાગ્યે સરદાર બાગ ખાતે “મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા” વિષય પર 02 કેટેગરીમાં (અંડર-18 અને ઓપન) સ્પર્ધા યોજાશે. વિજેતાઓને 2500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઇનામ અપાશે. - ફોટોગ્રાફી સ્પર્ધા: 08/03/2026, રવિવારના રોજ સવારે 11:30 વાગ્યે સરદાર બાગ ખાતે 'Women at Work' વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે. વિજેતાઓને 2500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. - ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ: 15/03/2026 અને 22/03/2026, રવિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે શહેરની મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ માટે પ્રતિ ટીમ 500 રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોઈપણ પ્રકારની વધુ માહિતી કે પ્રશ્નો માટે 7778804568 પર સંપર્ક કરી શકાશે. #MorbiUpdate #MorbiMunicipalCorporation #MMC4WOMEN #WomensDay #WomenEmpowerment #Mor news