મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 11-5-2025 ને રવિવારના રોજ રાત્રે 7:30 થી 9:30 કલાક દરમ્યાન ગાંધી મેદાન ખાતે નાઈટ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'હેલ્થી ગુજરાત-ઓબેસિટી ફ્રિ ગુજરાત' અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 11-5-2025 ને રવિવારના રોજ ગાંધી મેદાન ખાતે નાઈટ સાયકલોથોન યોજાશે. આ સાયકલોથોનમાં ભાગ લેવા માટે સાયકલીસ્ટોએ સાંજે 6 કલાકે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સાયકલોથોનમાં ગાંધી મેદાન (સ્કાય મોલ પાસે) ઉમિયા સર્કલ-બોરીયાપાટી-ઉમિયા સર્કલ ગાંધી મેદાન (સ્કાય મોલ પાસે) 6 કિમીનો રાખવામાં આવી છે. આ નાઈટ સાયકલોથોનમાં વધુ ને વધુ સાયકલીસ્ટો, નગરજનો તેમજ NGOs જોડાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.