મહાનગરપાલિકા કચેરીથી સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી યોજાશે રેલી: નાગરિકોને જોડાવા અપીલમોરબી: મોરબી શહેરમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ લાવવા અને સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 08/06/2026ને સોમવારના રોજ સવારે 08:00 થી 09:30 કલાક દરમિયાન આ સ્વચ્છતા રેલી યોજાવા જઈ રહી છે. આ રેલીનો પ્રારંભ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ગાંધી ચોકથી કરવામાં આવશે. જ્યાંથી આ રેલી રામચોક અને સરદારબાગના માર્ગે થઈને સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી પહોંચશે અને ત્યાં તેનું સમાપન થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને નિર્ધારિત સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SwachhBharat #SwachhtaRally #MorbiMunicipalCorporation #CleanMorbi #MorbiNews #Gujarat