18 થી 20 માર્ચ સુધી વિવિધ સ્થળે યોજાશે કેમ્પમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકના કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મેળામાં રકમ રૂ.૩.૦૦ લાખ થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 ના BLC ઘટક અંતર્ગત ખુલ્લા પ્લોટ કે કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન પાડીને સરકારના ધારા-ધોરણ અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે. આ યોજના માટે એક નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/-(રકમ રૂ. ચાર લાખ) ની સહાય ૪(ચાર) હપ્તા મળવાપાત્ર રહેશે. ઉપરોક્ત PMAY(U)2.૦ અંતર્ગતના કેમ્પ મેળાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.કેમ્પની વિગતતારીખઃ ૧૮/૦૩/૨૦૨૬ બુધવાર (સમય: ૬:૩૦ થી ૭:૩૦ સુધી)સ્થળઃ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૯ની કચેરી(જુની શનાળા ગ્રામપંચાયતની ઓફીસ), મોરબીતારીખઃ ૧૯/૦૩/૨૦૨૬ ગુરુવાર (સમય: સાંજે ૬:૩૦ થી ૭:૩૦ સુધી)સ્થળઃ સાઈબાબા મંદિર, વિજય નગર, વિસીપરા, મોરબીતારીખઃ ૧૯/૦૩/૨૦૨૬ ગુરુવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી)સ્થળઃ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૧૧ ની કચેરી (જૂની લીલાપર ગ્રામપંચાયત ઓફિસ), મોરબીતારીખઃ ૨૦/૦૩/૨૦૨૬ શુક્રવાર (સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી)સ્થળછ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૧૦ ની કચેરી (જૂની રવાપર ગ્રામપંચાયત ઓફીસ), મોરબી