કમિશનર અને ડેપ્યુટી કમિશનરે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ ખાતે મોરબીમાં GPSC અને UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. કેસરબાગની લાયબ્રેરીના પુસ્તકો અને UPSC-GPSCના ઉપયોગી પુસ્તકોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ કેસરબાગ જેવી ગાર્ડન લાયબ્રેરીમાં પણ વાંચન અર્થે આવવા અનુરોધ કર્યો હતો. કુલદીપસિંહ વાળાએ આ તકે જણાવ્યું હતું કે, વર્તમાનમાં GPSC અને UPSC હવે મોટા ભાગે સીમિલર ફોર્મેટમાં લેવાય છે ત્યારે પેરેલલ તૈયારી કરવી જોઈએ અને હાલમાં મોબાઈલ સૌથી મોટું ડિસ્ટ્રેકશન બન્યું છે ત્યારે એવા ડિસ્ટ્રેક્શન થી દૂર થવું જોઈએ. આ ઉપરાંત એક્સટ્રા કરીક્યુલમ એક્ટિવિટી સાથે જોડાયેલ રહેવા પણ સૂચન કર્યું હતું. કમિશનર સ્વપ્નિલ ખરેએ તમામને ખૂબ જ ઉપયોગી થાય એ રીતે ત્રણ ભાગમાં તૈયારી કરનાર વિદ્યાર્થીઓનેં સમજાવ્યું હતું. જેમાં પરીક્ષા શું છે, કેવી રીતે તૈયારી કરવી જેવા મુદ્દાઓ લીધા હતા આ સાથે જ ખાસ સૌને કેવી રીતે વિષયો પસંદ કરવા અને ઇન્ટરવ્યૂ માટે પણ સૂચનો કર્યા હતા.જો તમારું સિલેક્શન થાય ઇન્ટરવ્યૂ માટે તો પર્સનલી તેમનેં મળીનેં સલાહ લઇ શકે તેવું જણાવ્યું હતું. તેમજ આ માત્ર એક પરીક્ષા જીવન નહિ એ પણ સંદેશ આપ્યો હતો. છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉપર પણ માર્ગદર્શન આપ્યું હતું.