E SARKAR APPLICATIONની સારી કામગીરી બદલ કરાયા સન્માનિત મોરબી : મોરબી મહાનગરપાલિકાની વહીવટી શાખા દ્વારા E SARKAR APPLICATIONની સારી કામગીરી માટે મોરબી મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને MOST PRODUCTIVE AWARD ના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. E SARKARમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા જુદા જુદા હોદ્દાના અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને વધુ સારી/ચોકસાઈપૂર્વક કામગીરી કરે તે માટે અધિકારી/કર્મચારીઓને દર મહિને મોસ્ટ પ્રોડક્ટિવ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે જૂન 2025 માટે ટેક્સ શાખાના શાખા અઘ્યક્ષ દલસુખભાઈ વી. પટેલને મોસ્ટ પ્રોડક્ટિવ હેડ ઓફ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ અપાયો છે. જ્યારે S.W.M. શાખાના MIS દિપાલી ચાગલાનીને મોસ્ટ પ્રોડક્ટિવ એમ્પ્લોયનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વહીવટી શાખાના રાજદીપ કે. નાથબાવાને મોસ્ટ પ્રોડક્ટિવ ક્લાર્કનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. 21 જુલાઈના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર શાખા અધ્યક્ષની બેઠકમાં તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા.