ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે 106 જેટલા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાયામોરબી : મોરબી મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે જર્જરિત ૨૫ ઇમારતોને નોટિસ ફટકારી રીપેર કરાવવાનો આદેશ કર્યો છે આ સાથે ૧૦૬ જેટલા હોર્ડિંગ્સ સુરક્ષાના ભાગરૂપે ઉતારી લીધા છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલ ૨૦ નવા પૈકી ૧૧ નાલાની સફાઈ કામગીરી પુર્ણ કરવામાં આવી છે. સમગ્ર શહેરી વિસ્તારમાં વર્ક આસિસ્ટન્ટ મારફત સર્વે કરાવી ગટરના ૧૦૯ ઢાંકણા દુરસ્ત કરવામાં આવેલ છે તથા ૩૧ નાલામાં બેરીકેટિંગ કરી સુરક્ષિત કરવામાં આવેલ છે. શહેરી વિસ્તારમાં ૨૫ જર્જરિત બિલ્ડીંગની ઓળખ કરી મિલકત માલિકોને બિલ્ડીંગ ભયમુક્ત કરવા રીપેરીંગ કરવા નોટીસ આપવામાં આવેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૬ હોર્ડીંસ ઉતારી લેવામાં આવેલ છે. આમ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પુર્વે કરવાની થતી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.