મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પ્રકાશની સુવિધા સુદ્રઢ બનાવવા અને વિકાસને નવી દિશા આપવા માટે સ્ટ્રીટ લાઈટ પોલ સ્થાપવાની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નવા લાઈટ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, હાલમાં પીપળી રોડ પર સ્ટ્રીટ લાઈટ પોલ સ્થાપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યાં અંદાજે 146 જેટલા નવા પોલ લગાવવામાં આવશે. આ અગાઉ શનાળા–ઘૂનડા રોડ પર 130 સ્ટ્રીટ લાઈટ પોલ સ્થાપવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેને પગલે આ માર્ગ હવે રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.આગામી સમયમાં પાલિકા દ્વારા રાજપર રોડ પર પણ વિકાસ લક્ષી આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કાલીંદ્રી નદીથી ઘૂંટુ રોડ સુધીના માર્ગ પર પણ ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઈટની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા શહેરના પરા વિસ્તારોમાં અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને રાત્રિના સમયે પડતી મુશ્કેલીઓનો અંત આવશે.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #StreetLight #Development #PiplyRoad #ShanalaRoad #GujaratNews