ઓનલાઈન તેમજ રૂબરૂ કરી શકાશે ભલામણ: સાહિત્ય, વિજ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બાળસાહિત્ય સહિતના પુસ્તકો સૂચવી શકાશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પુસ્તકાલયોના સંગ્રહને વધુ સમૃદ્ધ, જ્ઞાનવર્ધક અને વાચકો માટે ઉપયોગી બનાવવાના હેતુથી એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના વાચકોને તેમની જરૂરિયાત અને વાંચનરુચિ અનુસાર નવા પુસ્તકો સૂચવવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. વાચકો દ્વારા આપવામાં આવેલા સૂચનો, ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટને ધ્યાને રાખીને પુસ્તકાલય દ્વારા પુસ્તકોની પસંદગી અને ખરીદી કરવામાં આવશે.વાચકો સાહિત્ય, નવલકથા, ટૂંકી વાર્તાઓ, કાવ્યસંગ્રહ, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન (GK), સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભ ગ્રંથો, બાળસાહિત્ય તેમજ અન્ય ઉપયોગી વિષયોના પુસ્તકોની ભલામણ કરી શકશે. વાચકો પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક અને અન્ય ઉપલબ્ધ વિગતો સાથે પોતાનું સૂચન આપી શકે છે.વાચકો નીચે મુજબની 2 પદ્ધતિથી પોતાની પસંદગીના પુસ્તકો સૂચવી શકશે: • ઓનલાઈન ERP પોર્ટલ મારફતે: વાચકો પોતાના ERP પોર્ટલ લિંક erp.mmcgujarat.in/account/citizenlogin પર લૉગિન કરીને સીધા પુસ્તકની વિગતો ભરીને ઓનલાઈન સૂચન આપી શકશે. • પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લઈને: વાચકો સીધા પુસ્તકાલયમાં જઈને નિયત ફોર્મ/રજિસ્ટરમાં પુસ્તકની ભલામણ કરી શકશે. જેમાં (1) શ્રીમદ રાજચંદ્ર લાઈબ્રેરી - શાક માર્કેટ પાસે, (2) ગ્રીન ચોક લાઈબ્રેરી અને (3) કેસર બાગ લાઈબ્રેરી - સામાકાંઠે ખાતે રૂબરૂ વિગતો આપી શકાશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પુસ્તકપ્રેમીઓ, સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ પુસ્તકો સૂચવીને જાહેર લાઈબ્રેરીઓને વધુ લોકોપયોગી બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PublicLibrary #BookSuggestion #ReadingCulture #ShrimadRajchandraLibrary #GreenChowk #KesarBaug #MorbiNews #GujaratNews