રોડ, ડ્રેનેજ, પાણી અને લાઈટ સહિતના 17 કામો શરૂ કરાશે : સરદારબાગ ખુલ્લો મુકાયા બાદ હવે કેસરબાગ, સુરજબાગ અને શંકરબાગને ડેવલોપ કરાશેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના વિવિધ રૂ.17.29 કરોડના 17 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરી રહી હતી. ખાતમુહૂર્ત થયેલા કામોની યાદી જોઈએ તો વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ રોડ સુધી સી.સી. રોડ (રૂ.1.64 કરોડ), લાયન્સનગરમાં સી.સી.રોડ (રૂ.39 લાખ), ટાઉનહોલ પાસે હરીપાર્કમાં સી.સી.રોડ (રૂ.14 લાખ), લક્ષ્મીનારાયણ શેરી-2 સી.સી.રોડ (રૂ.33 લાખ), અરીહંત સોસાયટીમાં સી.સી. રોડ (રૂ.28 લાખ), માધાપર મેઈન રોડ સી.સી.રોડ (રૂ.49 લાખ), રાજસાહેબ બેકરી શેરી સી.સી. રોડ (રૂ.42 લાખ), શ્રીકુંજ ચોકડીથી સાસ્વત સોસાયટી પીવાના પાણી લાઈન (રૂ.45 લાખ), સુરજ બાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.1.84 કરોડ), શંકર આશ્રમ ડેવલોપમેન્ટનું કામ (રૂ.2.18 કરોડ), કેસરબાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.3.14 કરોડ), કુળદેવી પાન ભુગર્ભ પમ્પીંગ સ્ટેશનથી સર્કીટ હાઉસ ભુગર્ભ પમ્પીંગ સ્ટેશન DI પાઈપ લાઈન નાખવાનું કામ (રૂ.34 લાખ), પંચાસર નંદીઘરની પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બે વર્ષ માટે કોમ્પ્રહેન્સીવ O&Mનું કામ, નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.49 લાખ), ત્રાજપર મેઈન રોડ ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.1.50 કરોડ), શનાળા રોડથી ધુનડા તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈન નાખવાનું કામ (રૂ.39 લાખ), નાની વાવડી ગામથી બાયપાસ વાવડી ચોકડી સ્ટ્રીટ લાઈટ પોલનું કામ (રૂ.74 લાખ), નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટનું કામ (રૂ.53 લાખ) મળી કુલ રૂ.17.29 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે રૂ.1.03 કરોડના ખર્ચે નવનિર્મિત સરદારબાગને આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.આ સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડો. જયંતીભાઈ ભાડેસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે.એસ. અમૃતિયા શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, ભુપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંજારીયા, જયરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.પહેલા વર્ષમાં જ મહાપાલિકાએ કામોમાં સ્પીડ પકડી : સાંસદ વિનોદભાઈ ચાવડાસાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે થોડા સમય પહેલા 40 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. તેના દોઢ મહિના બાદ 18.32 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. પહેલા નગરપાલિકા નું બજેટ 100 કરોડનું હતું. ત્યારબાદ 750 કરોડ થયુ છે. આગામી સમયમાં તે વધીને 1000 કરોડ થશે. આગામી સમયમાં પણ કરોડાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. મહાનગરપાલિકાનું પહેલું વર્ષ છે. પહેલા વર્ષમાં જ કામોની સ્પીડ પકડી છે તે જોતા આવનારા સમયમાં શહેરની જેટલી જરૂરિયાત છે તે પુરી થશે. લોકોનો પણ સાથ સહકાર જરૂરી છે.આગામી સમયમાં રૂ.100 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત થશે : મ્યુનિસિપલ કમિશનરમ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે સરકારે મહાનગરપાલિકાને ગ્રાન્ટ આપવામાં કોઈ કમી રાખી નથી. ત્યારે મહાનગરપાલિકા પણ લોકોની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેશે. આગામી સમયમાં રૂ.100 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત થશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આજે સરદારબાગને રી-ડેવલોપમેન્ટ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે. રૂ.1.03 કરોડના ખર્ચે ગાર્ડનમાં ઓપન જિમ, બાળકોના રમતના સાધનો, મ્યુઝિક ફાઉન્ટેન વિથ લાઈટ, સોલાર, ઓફિસ એરિયા, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.વિકાસ કામો ક્વોલીટીવાળા થાય છે કે નહીં, લોકો પણ ધ્યાન રાખે : દુર્લભજીભાઈધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે જે વિકાસકામો સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. તે કામ ક્વોલિટીવાળા થાય અને ભ્રષ્ટાચાર ન થાય તે માટે લોકો પણ ધ્યાન રાખે. કમિશનર દર મહિને વિકાસકામોની દરખાસ્તો કરે. અમે સરકારમાંથી આ દરખાસ્તો મંજુર કરાવવામાં કોઈ કચાશ નહિ રાખીએ.દોઢ મહિના પહેલા જે કામના ખાતમુહૂર્ત થયા, તે તમામ ચાલુ થઈ ગયા : કાંતિભાઈ અમૃતિયાધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે આજથી દોઢ મહિના પહેલા ખાતમુહૂર્ત થયા તે કામો હાલ ચાલુ છે. આ કામો ઝડપી રીતે થઈ રહ્યા છે. કામ સારું થાય તે સ્થાનિક આગેવાનો અને લોકો જોવે, ક્યાંય કચાશ લાગે તો અમારૂ ધ્યાન દોરે.