સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન અને PPE કિટનું વિતરણ કરાયું: ડેપ્યુટી મેયર, દંડક અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા ઉપસ્થિતમોરબી: મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા 14 જુલાઈના રોજ 'નમસ્તે દિવસ' નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટરોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈકર્મીઓના યોગદાનને બિરદાવવાનો, તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવાનો તેમજ સુરક્ષિત અને સ્વચ્છ કાર્યપરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો હતો.ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરાયાઆ ઉજવણી દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સેનિટરી ઇન્સ્પેક્ટર ધારા પટેલ, શ્રેષ્ઠ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર મીના વાઘેલા તેમજ શ્રેષ્ઠ સફાઈકર્મી આશાબેન પઠાણને પ્રશંસાપત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.આરોગ્ય તપાસ કેમ્પ અને PPE કિટનું વિતરણસફાઈકર્મીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં તમામ સફાઈકર્મીઓને PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમના માટે એક ખાસ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબો દ્વારા જરૂરી તપાસ કરી આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવશે તેમ જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Mahanagarpalika #NamasteDiwas #SWMMorbi #SafaiKamdar #AwardCeremony #MedicalCamp #PublicHealth