ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોનીના અધ્યક્ષસ્થાને બેન્કર્સ સાથે બેઠક મળી; પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચનામોરબી: મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ યોજના) અંતર્ગત એક મહત્વપૂર્ણ બેન્કર્સ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં બેન્ક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.આ યોજના હેઠળ શહેરી વિસ્તારના શેરી ફેરિયાઓને બેન્ક મારફતે રૂ. 15 હજારની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. જો લાભાર્થી આ લોનની સંપૂર્ણ ભરપાઈ સમયસર કરે, તો તેમને આગળ જતા રૂ. 25 હજાર અને રૂ. 50 હજારની લોન સહાય મળવાપાત્ર થાય છે. આ યોજનામાં લાભાર્થીઓને વાર્ષિક 7% સબસીડી તેમજ UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવા પર વાર્ષિક રૂ. 1600 સુધીનું કેશબેક પણ આપવામાં આવે છે.આ ઉપરાંત, રૂ. 25 હજારની લોન ભરપાઈ કર્યા બાદ બેન્ક મારફતે શહેરી ફેરિયાઓને આ યોજના અંતર્ગત રૂ. 30 હજારની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. બેઠક દરમિયાન ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેન્કો સાથે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પેન્ડિંગ રહેલી અરજીઓનો સત્વરે નિકાલ લાવવા માટે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. જેથી શહેરી વિસ્તારમાં વધુમાં વધુ ફેરિયાઓ આ યોજનાનો લાભ લઈ શકે.#Morbi #MorbiUpdate #PMSVANidhi #MorbiMunicipalCorporation #StreetVendors #LocalNews #MorbiNews