મોરબી : મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વિવિધ રોડના સમારકામની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ કરવામાં આવી છે. આજરોજ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા સુપર ટોકીઝથી ચિત્રકૂટ ટોકીઝ સુધી 140 મીટર, આસ્વાદ પાનથી માધાપર સુધી 208 મીટર, વિજયનગર થી આલાપ પાર્ક સોસાયટી સુધી 780 મીટર, નાની કેનાલ રોડ 1150 મીટર, શ્રી કુંજ ચોકડી થી બાયપાસ સુધી 592 મીટર, ગાંધી ચોક થી લોહાણા મહાજન વાડી સુધી 130 મીટર અને લાયન્સ નગર 500 મીટર રોડ પર વેટ મિક્ષ નાખી રોલિંગ કરવાની કામગીરી હાલ કાર્યરત છે. આ કામગીરી આવતીકાલ તારીખ 11 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.લાતી પ્લોટના વિસ્તારો ખાતે વેટ મિક્ષ નાખી રોલિંગ કરવાની કામગીરી હાલ કાર્યરત છે. અને ઇલેક્ટ્રીક શાખા દ્વારા આજે 10 જુલાઈના રોજ 39 નવી લાઈટ નાખી તથા 65 બંધ લાઈટો ચાલુ કરાવી કુલ 104 ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.