મોરબી મનપા ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરમાં ટ્રાફિ સમસ્યાના નિકાલ માટે કામગીરી કરાઈ મોરબી : મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવાના ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જેમાં મોરબી શહેરની જાહેર જનતાને ધ્યાને લઈ શહેરના લોકોને અવરજવર સરળતાથી થઈ શકે અને ઓછા વેતને થઈ શકે તે મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા સિટી બસ વધારે માત્રામાં ચાલુ કરી શકાય તે મુજબનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા સિટી બસ માટેનું ટેન્ડર લાઈવ કરવામાં આવેલ છે. જેમાં 30 બસોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે મોરબી શહેરના અલગ અલગ રૂટ પર બસો મુકવામાં આવશે. જેમાં મોરબી શહેર હદ વિસ્તારનો મોટા ભાગનો અને મહત્વનો વિસ્તાર આવરી લેવામાં આવશે. જેને અનુરૂપ મોરબી શહેરના જાહેર માર્ગો પર બસ થોભવા માટેના અલગ અલગ જગ્યાએ જરૂરિયાત મુજબના બસ સ્ટોપ અને તેના માટેના રિકવેસ્ટ સ્ટોપ પણ બનાવવામાં આવશે. જેમાં કુલ 78 બસ સ્ટોપ અને 38 રિકવેસ્ટ સ્ટોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.