અન્ય 54 ફરિયાદોનો નિકાલ આગામી સમયમાં કરવામાં આવશેમોરબી: મોરબીને 1 જાન્યુઆરીના રોજ મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વોટર વર્કસ વિભાગ દ્વારા પાણી સંબંધિત ફરિયાદોના નિવારણ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તા. 1 જાન્યુઆરી, 2025 થી 30 ઓગસ્ટ, 2025 સુધીમાં કુલ 529 પાણી સંબંધિત ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી, 500 ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. મહાપાલિકાએ જણાવ્યું છે કે અન્ય 54 ફરિયાદોનો નિકાલ પણ આગામી સમયમાં ઝડપથી કરવામાં આવશે તેવું સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.