મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તારીખ 1 મેથી 5 મે દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા કુલ 25 આસામીઓ પાસેથી રૂપિયા 16,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તથા ગંદકી કરતા 44 આસામીઓ પાસેથી 18,100 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા એક આસામી પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.