શહેરમાં અનેક જગ્યાઓએ કચરાના ગંજ ખડકાયા છે તેને ઉપાડવાની તસ્દી ન લેતા પાલિકા તંત્રની દંડનીય કાર્યવાહીથી વેપારીઓમાં રોષ સતત પાંચમા દિવસે ફાયર સેફટી ચકાસવા ડ્રાઇવ, વધુ ૩૦ હોસ્પિટલોને નોટિસ મોરબી : શહેરમાં ઠેક ઠેકાણે કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે આ કચરો હટાવવાની તસ્દી ન લેતી નગરપાલિકાએ કચરો ફેંકતા ૩૦ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી હોવાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ નગર પાલિકાએ ચેકીંગ હાથ ધરીને કચરો જાહેરમાં ફેંકીને સ્વચ્છતા ભંગ કરતા ૩૦ જેટલા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાએ વેપારીઓને ૫૦૦ સુધીનો દંડ ફટકારીને કુલ ૧૪,૫૦૦નો દંડ વસુલ કર્યો હતો. એક તરફ શહેરમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે. ત્યારે પાલિકા તંત્ર તેને હટાવવાની પણ તસ્દી લેતું નથી. આમ પોતે બેદરકાર હોવા છતાં દંડનીય કાર્યવાહી કરતી પાલિકા સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વધુમાં પાલિકાએ ફાયર સેફટી મુદ્દે સતત પાંચમા દિવસે ચેકીંગ ડ્રાઇવ યોજી હતી. જેમાં પાલિકાએ ફાયર સેફટીની સુવિધા ન હોય તેવી વધુ ૩૦ હોસ્પિટલોને નોટિસ ફટકારી તાકીદે ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરીને એનઓસી મેળવી લેવાની સૂચના આપી છે.