ત્રાજપર ચોકડી ખાતે સાંજે 5.30 કલાકે આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંગઠન અને ઉમેદવારો દ્વારા જાહેર આમંત્રણમોરબી : મોરબી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર માટે કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ જ શૃંખલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલયનો આજે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ તારીખ 16-4-2026, ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે ટી.કે હોટલ પાસે, નાયરા પંપની સામે, ત્રાજપર ચોકડી, મોરબી ખાતે કરવામાં આવશે.આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારો વિવેક રમેશભાઈ ગોલતર, ગૌતમ ભાવેશભાઈ પરમાર, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા (તુલશીભાઈ) અને પૂનમબેન જીતેનભાઈ અગેચાનિયા ઉપસ્થિત રહેશે. સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ વોર્ડના નાગરિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ ઉદ્ઘાટન સમારોહમાં અનેક દિગ્ગજ આગેવાનો અને મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે. જેમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપ સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારિયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા પણ હાજરી આપશે. તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ વધારશે.******************************#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #BJP #Ward4 #MorbiElection #Trajpar #MorbiNews