વાવડી રોડ પર આવેલ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અનેક દિગ્ગજ નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે, કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થામોરબી : મોરબી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 1 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વોર્ડ નંબર 1 ના તમામ ઉમેદવારો દ્વારા સ્થાનિક જનતા અને કાર્યકર્તાઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે 16-04-2026, ગુરુવારના રોજ સાંજે 08:45 કલાકે બાપા સીતારામ મઢુલી પાસે, ગાયત્રી નગરના ખૂણે, વાવડી રોડ, મોરબી ખાતે યોજાશે.ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1 ના ઉમેદવારો:● જયદીપભાઈ મહેતા (ક્રમાંક નંબર 1)● જયંતીલાલ પડસુંબીયા (ક્રમાંક નંબર 3)● રમાબેન રૂપાલા (ક્રમાંક નંબર 9)● વીણાબેન કુંડારિયા (ક્રમાંક નંબર 12)આ ઉદ્ઘાટન સમારોહમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં મોહનભાઈ કુંડારિયા, જયંતીભાઈ રાજકોટિયા, ગજેન્દ્રભાઈ સક્સેના, કાંતિભાઈ અમૃતિયા, કેસરીદેવસિંહજી ઝાલા, પરસોત્તમ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, દુર્લભજીભાઈ દેથરિયા, મગનભાઈ વડાવીયા, વિનુભાઈ રૂપાલા, નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, લાખાભાઈ જારીયા, બ્રિજેશભાઈ મેરજા અને ચતુરભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ લોકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.****************************#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Election2026 #BJPMorbi #WardNo1 #MorbiNews #GujaratElections