ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, હવે પ્રચાર પુરજોશમાં શરૂ થશે : 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થશેમોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 204 ફોર્મ ભરાયા હતા. આ ફોર્મની ચકાસણી દરમિયાન 23 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે 4 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે મેદાનમાં કુલ 177 ઉમેદવારો બાકી રહ્યા છે, જેમની વચ્ચે આગામી 26 એપ્રિલે ચૂંટણી જંગ ખેલાશે.આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા● વોર્ડ 4: ધનીબેન રામજીભાઈ પરમાર (કોંગ્રેસના ઉમેદવાર)● વોર્ડ 6: અનોપસિંહ જાડેજા (અપક્ષ તરીકે ફોર્મ પરત ખેંચ્યું, જોકે તેમના પત્નીની ઉમેદવારી યથાવત છે)● વોર્ડ 10: હર્ષદભાઈ કણજારીયા (અપક્ષ ઉમેદવાર)● વોર્ડ 13: દિપેશભાઈ સોનગ્રા (અપક્ષ ઉમેદવાર)વોર્ડ મુજબ હરીફ ઉમેદવારોની સંખ્યા:● વોર્ડ 1: 16 ઉમેદવારો● વોર્ડ 2: 16 ઉમેદવારો● વોર્ડ 3: 12 ઉમેદવારો● વોર્ડ 4: 13 ઉમેદવારો● વોર્ડ 5: 16 ઉમેદવારો● વોર્ડ 6: 12 ઉમેદવારો● વોર્ડ 7: 15 ઉમેદવારો● વોર્ડ 8: 15 ઉમેદવારો● વોર્ડ 9: 13 ઉમેદવારો● વોર્ડ 10: 13 ઉમેદવારો● વોર્ડ 11: 13 ઉમેદવારો● વોર્ડ 12: 11 ઉમેદવારો● વોર્ડ 13: 12 ઉમેદવારો#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Election2026 #GujaratElection #MorbiNews #ElectionUpdate