જૂના ટેક્સમાં વ્યાજ માફી અને વિકાસ કામો સહિતના એજન્ડા પર થશે સમીક્ષા : શાખા અધિકારીઓને કમિશનરની પૂર્વ મંજૂરી વગર ગેરહાજર ન રહેવા તાકીદમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની માહે ઓગસ્ટ-2026 ની મહત્વની બેઠક આગામી તારીખ 21/08/2026 ને શુક્રવારના રોજ સાંજના 16:00 કલાકે (સાંજે 4:00 વાગ્યે) ગાંધી ચોક ખાતે આવેલી મહાનગરપાલિકા કચેરીની નવનિર્મિત ઇમારતના ત્રીજા માળે, સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં શહેર અને ભળેલા વિસ્તારોના પ્રજાલક્ષી પ્રશ્નો તેમજ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે.સંકલન સમિતિના સભ્ય સચિવ સંજયકુમાર સોની દ્વારા સમિતિના તમામ સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. મહાપાલિકાના તમામ શાખા અધ્યક્ષોને સમગ્ર વિગતો સાથે જાતે જ હાજર રહેવા તાકીદ કરાઈ છે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ પ્રતિનિધિને મોકલી શકાશે. આ ઉપરાંત એજન્ડા સંબંધિત શાખા કક્ષાએ થયેલી કાર્યવાહી અને પ્રશ્નો-ફરિયાદો અંગેનો અહેવાલ બેઠક પૂર્વે મોકલી આપવા તેમજ જરૂરી સાધનિક કાગળો સાથે બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.બેઠકના મુખ્ય એજન્ડા: • ગત મીટિંગની મિનિટ્સને બહાલી આપવા બાબત. • તારીખ 31/01/2026 ના રોજ મળેલી સંકલન સમિતિમાં રજૂ થયેલા જે તે ગ્રામ પંચાયતના સ્વભંડોળના કામો તથા 15 મા નાણાપંચના કામોનો (ઠરાવ નંબર સહિત) પ્રગતિ અહેવાલ રજૂ કરવો. • અરિહંત સોસાયટીના કામની દરખાસ્ત અંગેની વિગત રજૂ કરવી. • મહાપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના તારીખ 31/12/2024 પહેલાના ટેક્સમાં વ્યાજ માફી યોજના અન્વયે કરેલી કામગીરીની વિગતો રજૂ કરવી.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #SankalanSamiti #CoordinationMeeting #TaxRelief #UrbanDevelopment #MorbiNews #GujaratNews