મોરબી : ચોમાસામાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા હાલ પૂર ઝડપે રોડ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 10 જુલાઈ અને 11 જુલાઈના રોજ રોહીદાસપરામાં 140 મીટર, વિશીપરા મેઈન રોડ પર 925 મીટર, લાતી પ્લોટ શેરી નંબર 7માં 470 મીટર, આવાસ યોજનાથી પંચાસર રોડ સુધી 625 મીટર, કેસરબાગ થી એલઈ કોલેજ સુધી 692 મીટર, નહેરૂ ગેટથી દરબાર ગઢ સુધી 686 મીટર અને શ્યામ ગ્લાસ થી એસપી રોડ સુધી 370 મીટર રોડ પર વેટમીક્ષ નાખી રોલિંગ કરવાની કામગીરી હાલ કાર્યરત છે. અને ઈલેક્ટ્રીક શાખા દ્વારા 148 નવી લાઈટ નાખી તથા 190 બંધ લાઈટો ચાલુ કરાવી કુલ 338 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.