ડેપ્યુટી મેયરની અધ્યક્ષતામાં સફાઈ કામગીરીની સમીક્ષા કરાઈમોરબી: મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા આજે ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને શહેરના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 માં 'વિઝિબલ કલીનલિનેસ' (Visible Cleanliness) અંતર્ગત વિશેષ સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની ઝીણવટપૂર્વક તપાસઆ નિરીક્ષણ દરમિયાન બંને વોર્ડના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ, જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ, કચરા સંગ્રહ સ્થળો, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી, જાહેર શૌચાલયો તેમજ ગટર અને ડ્રેનેજની સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.તપાસ દરમિયાન જ્યાં પણ સફાઈ વ્યવસ્થામાં ખામી કે સુધારાની જરૂરિયાત જણાઈ, ત્યાં સંબંધિત અધિકારીઓ, સેનિટરી ઇન્સ્પેક્ટર, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર અને સફાઈ એજન્સીને તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.સતત દેખરેખ અને માર્ગદર્શન પર ભારવિઝિટ દરમિયાન શહેરમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે, કચરાનો સમયસર ઉપાડ થાય, જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તેમજ નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતા સંબંધિત કામગીરીને વધુ અસરકારક બનાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.બેદરકારી દાખવનાર સામે કડક વલણડેપ્યુટી મેયર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા સફાઈ એજન્સીને નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં નિયમિતપણે 'વિઝિબલ ક્લીનલિનેસ' નિરીક્ષણ હાથ ધરવામાં આવશે અને સ્વચ્છતાની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.#Morbi #MorbiNews #MorbiMahanagarpalika #CleanMorbi #SwachhMorbi #MorbiUpdates #VisibleCleanliness #SolidWasteManagement