સફાઈકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થા અને જાગૃત નાગરિકોની મદદથી અનેક જગ્યાએ ગંદકી દૂર કરાઈમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વિશિપરામાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં સફાઈકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થા અને જાગૃત નાગરિકોની મદદથી અનેક જગ્યાએથી ગંદકી દૂર કરવામાં આવી રહી છે.આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ કે શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અંતર્ગત દર બીજા અને ચોથા ગુરૂવારે મુખ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત મચ્છુ નદીની સફાઈ કરવામાં આવી હતી. નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીની સફાઈ કરવામાં આવી હતી. આજે વિશિપરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સફાઈ કરવામાં આવી રહી છે. તેઓએ ઉમેર્યું કે સફાઈ માટે સરકાર દ્વારા 20 કરોડનું આયોજન મંજુર થયું છે આના ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે. 15 માર્ચ આસપાસ તમામ ટેન્ડર ઓનલાઈન થઈ જશે. સફાઈ કર્મચારીની સંખ્યા પણ વધી જશે. અને સફાઈ કામગીરી સઘન બનશે. વધુમાં તેઓએ નાગરિકોને અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહાપાલિકાના આ કાર્યક્રમમાં શ્રમદાન આપવા અપીલ કરી છે.