ઉમિયા સર્કલથી બોરિયા પાટી સુધીની કામગીરી પ્રગતિમાં: જિલ્લા પંચાયત રોડ પર ડિવાઇડર ગ્રીલ પણ નાખી દેવાઈમોરબી : મોરબી શહેરને લાઈટોથી પ્રકાશિત અને સુંદર બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની તથા હાઈ માસ્ટ લાઇટ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.ક્યાં ક્યાં કામગીરી પૂર્ણ થઈ?મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરના નવલખી રોડ થી શ્રદ્ધા પાર્ક સુધી તથા રાજપર રોડ પર મોરબી મહાનગરપાલિકાની હદ સુધી સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા પંચાયત રોડ પર ડિવાઇડર માં ગ્રીલ નાખવાનું કામ પણ પૂરું કરી લેવાયું છે.આ કામગીરી હાલ પ્રગતિમાં છે:હાલમાં ઉમિયા સર્કલથી બોરિયા પાટી સુધી સ્ટ્રીટ લાઇટ સાથે નવા પોલ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી મોરબી શહેર વધુ આકર્ષક અને પ્રકાશિત બનશે.સમસ્યાઓનું ઝડપી નિવારણ કરાશેઆગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓ અને ફરિયાદોનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂરી થાય તે માટે મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના એન્જીનીયર હેમીશ મહેતા અને નાયબ ઇજનેરની ટીમ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું ઈલેક્ટ્રીક શાખાની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #MorbiNews #StreetLight #Development #MorbiCity #GujaratNews