મોરબી : મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ એક મહિનામાં ઘણી કામગીરી કરી છે. જો કે હજુ ફરિયાદોની નિકાલની વ્યવસ્થા બરાબર રીતે શરૂ થઈ ન હોય, ખાસ ભૂગર્ભ ગટર અને ગંદકીના પ્રશ્નો યથાવત છે. જો કે મહાપાલિકાએ પ્રથમ દબાણ હટાવી ટ્રાફિકના પ્રશ્નનું નિવારણ લાવવા કમર કસી છે. ● મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોનું સાહિત્ય કબ્જે કર્યું ● મહાનગરપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરાય● મોરબીના શનાળા રોડ, વાવડી રોડ અને સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા સુધીમાં દબાણો દૂર કર્યા ● જાહેર રોડ ઉપરથી 400 થી વધુ લારીઓ દૂર કરી અને 40 જેટલી લારીઓ જપ્ત કરી ● જાહેર રોડ ઉપર થાંભલા ઉપરથી 800 થી વધુ નાના બેનરો દૂર કર્યા ● સરદારબાગના વિકાસ કામો અને વાવડી રોડને આઇકોનીક રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું● મોરબીના 19 જેટલા સર્કલોને રંગ રોગાન અને સમારકામ કર્યું ● કમિશ્નર દ્વારા તમામ વિસ્તારો અને ગ્રામ પંચાયતોની મુલાકત લીધી ● મચ્છુ નદીમાં સ્વચ્છતા અભિયાન શરુ કર્યું ● મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આરોગ્ય કેન્દ્રોમાં દર શુક્રવારે ડાયાબિટીસ અને બીપી માટે નિદાન અને સારવાર શરુ કરી