મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તારીખ 13 મે થી 20 મે સુધી કુલ 102 રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ દરમિયાન મોરબીના વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરષોતમ ચોક, ઉમિયા સર્કલ, વાંકાનેર દરવાજો, રવાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા.આ ઉપરાંત ઘાસ વેચાણ માટે 9 આસામીને લાયસન્સ આપવામાં આવ્યા હતા. સાથે જ મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુ માલિકોને માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતાં ન મૂકવા અનુરોધ કરવામાં આવ્યો છે.