ANCD શાખા દ્વારા 306 પશુ માલિકોને લાયસન્સ અપાયા, 2920 પશુઓનું RFID ટેગિંગ કરાયુંમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા રખડતા ઢોર અને પશુ નિયંત્રણ મામલે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યાથી લઈને આજદિન સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા 3797 જેટલા રખડતા પશુઓને પકડીને આજુબાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ કામગીરી અંતર્ગત ચાલુ અઠવાડિયા દરમિયાન પણ વધુ 15 પશુઓ પકડવામાં આવ્યા છે. તદુપરાંત નંદીઘરમાંથી 600 થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે.પશુ નિયંત્રણની સાથે સાથે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને નવા લાયસન્સ આપવામાં આવ્યા છે અને 30 લાયસન્સ રિન્યૂ કરાયા છે. જ્યારે 33 લોકોને ઘાસ વેચાણની પરમિટ (4 રિન્યૂ) અને 49 નાગરિકોના પેટ ડોગનું રજીસ્ટ્રેશન (10 રિન્યૂ) કરી આપવામાં આવ્યું છે.ANCD શાખા દ્વારા શહેરમાં કુલ 2920 પશુઓનું RFID તથા ટેગિંગનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ જાહેર માર્ગો પરથી પશુઓ પકડવાની તથા RFID ટેગિંગની કામગીરી યથાવત રહેશે તેમ જણાવાયું છે. સાથે જ મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકો તેમજ પેટ ડોગ (પાળતું શ્વાન) માલિકોને સત્વરે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #StrayCattle #AnimalControl #RFIDTagging #PetRegistration