1472 લોકોએ ઓનલાઈન માધ્યમથી વેરો ભર્યો મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે પોતાના પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દે. આ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ કુલ 11 ક્લસ્ટર ઓફિસમાં સવારે 10:30 થી બપોરના 12:00 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવશે. તેમજ મહાનગરપાલિકાના રૂમ નંબર 9મા પીઓએસ મશીન દ્વારા અરજદારનો મિલકત વેરો લેવાનું શરૂ છે.મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકત ધારકો/ભોગવટાદારોને જાણ કરવામાં આવી છે કે, મહાનગરપાલિકાની વેબસાઈટ mmcgujarat.in માંથી તેમજ એપ્લિકેશનમાંથી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ઓનલાઈન ભરી શકાય છે. હાલ વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા 1472 અરજદારે પ્રોપર્ટી ટેક્સ ઓનલાઇન ભરીને વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનો લાભ લીધો છે. તો વધુ ને વધુ લોકો આ ઓનલાઈન સેવાનો લાભ લે અને તાત્કાલિક વેરો ભરે તેમ જણાવ્યું છે.