અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફારમોરબી : મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે 11 એપ્રિલના રોજ સવારના 11 કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક 11 એપ્રિલના બદલે 25 એપ્રિલના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.