સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૯ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન નિયમોના ભંગ બદલ રૂ. ૪૨૦૦ નો દંડ વસૂલાયોમોરબી: મોરબી મહાનગરપાલિકાના કમિશનરે તારીખ ૨૫મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઝોન-૩ની મુલાકાત લીધી હતી. જેમાં કમિશનર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીનું નિરીક્ષણ તેમજ ઝોન-૩માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે દાણાપીઠ, વાંકાનેર દરવાજા અને ખાખરેચી દરવાજા ખાતે આવેલા GVP પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી. આ સાથે, એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ ૧૯/૦૮/૨૦૨૫ થી ૨૫/૦૮/૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ કુલ રૂ. ૪૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.