મોરબી : કોરોનાની મહામારી સામે લડવા માટે સીએમ રાહતનિધિ ફંડમાં અનુદાનનો ધોધ અવિરત પણે વર્ષી રહ્યો છે. ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કાયમી કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર રૂ. 2,68,930 રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે જઈને રૂબરૂ એડિશનલ કલેકટર ચૌધરીને સીએમ ફંડ માટે અર્પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાલિકાના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર ભૂકંપ, વાવાઝોડા જેવી આફતો વખતે આપેલ છે. તેમજ પાંજરાપોળ તથા વિદ્યુત સ્મશાન માટે પણ પોતાનો પગાર આપી માનવતા દાખવવામાં આવી છે.