મોરબી અપડેટ : મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી 8A નેશનલ હાઇવે તરફ જતા રોડની હાલત અત્યંત ખરાબ હોવાની ફરિયાદો સામે આવી છે. વરસાદ ગયાને 10 દિવસ વીતી ગયા હોવા છતાં, તંત્ર દ્વારા આ માર્ગના સમારકામ માટે કોઈ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વાહન ચાલકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક ખાડાઓ તો 3 થી 4 ફૂટ જેટલા ઊંડા હોવાનું જણાવાયું છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે, અને વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ખાડા પૂરવા માટે એક કવર કપચી નાખવામાં આવી હતી, પરંતુ તે પણ વરસાદમાં ધોવાઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. વાહનચાલકો અને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે.#Morbi #Mahendranagar #RoadCondition #CivicIssues #MorbiUpdate #Gujarat #TrafficProblem