મોરબી : મોરબી નજીકનાના અણીયારી ગામે થોડા દિવસો પહેલાં પરણિતાએ જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકની માતાએ મૃતકના સાસરિયાની સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ બાદ તાલુકા પોલીસ દ્વારા પરિણીતાને મરવા માટે મજબૂર કરવાના ગુન્હામાં મૃતક મહિલાની સાસુની ધરપકડ કરવામાં આવી છે. બનવાની જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા વિજુબેન નાગજીભાઈ ગેડાણીએ તેની દિકરી પાર્વતીબેનને પતિ સહિતના સાસરીયાઓએ મરવા માટે મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેમને લખાવ્યુ હતું કે, તેના જમાઈ સંજય ગોવિંદભાઈ ગણેશીયા તેની દીકરી મૃતક પાર્વતીબેનને “તું મને ગમતી નથી” તેમ કહીને અવારનવાર ત્રાસ દેતા હતા અને તેના સસરા ગોવિંદભાઈ બચુભાઈ ગણેશીયા તેમજ સાસુ ગીતાબેન પાર્વતીબેનને “તું કરિયાવરમાં કંઈ લઈને આવી નથી તને રાંધતા આવડતુ નથી” એવા મેણાટોણા મારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેથી કરીને તેની દીકરી પાર્વતીબેને પોતાના ઘરે જાત જલાવીને આપઘાત કરી લીધેલ છે. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે થોડા દિવસો પહેલા પતિ ગોવિંદભાઈ ગણેશીયી અને સસરા ગોવિંદભાઈ બચુભાઈ ગણેશીયાની ધરપકડ કરી હતી. જ્યારે ગઈકાલે રાત્રે મૃતકની સાસુ ગીતાબેન ગોવિંદભાઈ ગણેશીયાની પણ આ બનાવમાં ધરપકડ કરેલ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne