જલારામ ગૃપ-રાપર દ્વારા ઠાકોર સમાજ કન્યા છાત્રાલય, સોનટેકરી છાત્રાલય તથા જલારામ રઘુવંશી લોહાણા છાત્રાલયના વિદ્યાર્થીઓને યાત્રા પ્રવાસ કરાવ્યો મોરબી : જલારામ ગૃપ- રાપર દ્વારા વિવિધ છાત્રાલયના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓના યાત્રા પ્રવાસનુ અનેરુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ઠાકોર સમાજ છાત્રાલય, નિલપર સોનટેકરી છાત્રાલય તથા રઘુવંશી છાત્રાલયના કુલ ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વિરપુર (જલારામ), ખોડલધામ (કાગવડ), જલારમ મંદીર મોરબીનો યાત્રા પ્રવાસ કરાવ્યો હતો. બપોરે વિરપુર મુકામે પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સાંજે મોરબી જલારામ મંદીર ખાતે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. જલારામ ગૃપ-રાપરના શૈલેષ ભાઈ ભીંડે, રાહુલ ભાઈ ઠક્કર, કૃપાલસિંહ જાડેજા, ભરત ભાઈ રાજદે, ભરત ભાઈ પટેલ સહીતના આગેવાનોએ કરેલ ઉત્કૃષ્ઠ આયોજન બદલ મોરબી જલારામ મંદીરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમ્મર, બદ્રીપ્રસાદજી, જીતુભાઈ પુજારા, અનિલભાઈ સૌમૈયા, હસુભાઈ પંડીત, વિપુલ પંડીત, કીશોર ભાઈ ઘેલાણી, જગદીશ ભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, મનોજ ચંદારાણા, કમલેશ ભોજાણી, રાજુભાઈ ગીરનારી, ચિરાગ વોરા, વિશાલ ગણાત્રા, ચિરાગ રાચ્છ,દીનેશ સોલંકી, સંજય હીરાણી, ધીરૂભાઈ રાઘુરા અને નિર્મિત કક્કડ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne