મોરબી : નીલકંઠ વિદ્યાલય મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 251 સીસી રક્ત એકત્ર થયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રેના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરીને અમૂલ્ય માનવ જિંદગી બચાવવા રક્તદાન એજ મહાદાનનો મેસેજ આપ્યો હતો. મોરબીમાં જુદા જુદા ટ્રષ્ટ, ફાઉન્ડેશન, સંગઠન દ્વારા દરરોજ અનેક પ્રકારની સેવાકીય, લોકોપયોગી પ્રવૃતિઓ જેવી કે શહીદ વિરો માટે દાન એકત્ર કરી રૂબરૂ શહીદોના ઘરે જઈ પહોંચાડવું, જન્મ દિવસ નિમિત્તે ગરીબો સાથે ઉજવણી, પ્લાસ્ટિક મુક્ત ભારત માટે રેલી, યુવાનો માટે યુવા જ્ઞાનનોત્સવ, શહીદ ભગત સિંહના જન્મ દિવસે દેહદાનનો સંકલ્પ,વૃક્ષા રોપણ,સ્વછતાં અભિયાન,બહેનો માટે આદર્શ માતા કસોટી,સારા માઠા પ્રસંગે રક્તદાન કેમ્પ,આરોગ્ય નિદાન કેમ્પ,રોપા વિતરણ કાર્યક્રમ વગેરે પ્રવૃતિઓ થતી રહે છે. એ મુજબ આદ્યા ફાઉન્ડેશન, નીલકંઠ અને તપોવન વિદ્યાલય જેતપર ના સયુંકત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રી નીલકંઠ વિદ્યાલય - મોરબી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માનવતાના આ મહાન કાર્યમાં એકત્ર થયેલ રકતની 251બોટલ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રષ્ટ સિવિલ હોસ્પિટલ-અમદાવાદ અને નાથણી બ્લડ બેન્ક-રાજકોટને રક્ત અર્પણ કરવામાં આવી હતી. કેમ્પનો શુભારંભ ડો.સતિષભાઈ પટેલ,દિનેશભાઈ વડસોલા, મનોજભાઈ ઓગાણજા, નરેશભાઈ સાંણજા, મહેશભાઈ સાદરિયા, સંગીતાબેન વડસોલા પ્રમુખશ્રી કલા વર્ધન એજયુકેશન ટ્રષ્ટ-મોરબીના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં આવ્યો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા જીત વડસોલા,નવનીત કાસુંદ્રા તેમજ નીલકંઠ વિદ્યાલયના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તમામ વ્યવસ્થા સંભાળી હતી.