અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 1902 લોકોના સેમ્પલ લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ કાલે મંગળવારે આવશે. મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં આજે સોમવારે કુલ 52 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સેમ્પલોની સંખ્યા 1902એ પોહચી છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 3 કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2 દર્દી સાજા થઈ ગયા છે. અને એક દર્દી હાલ સારવાર હેઠળ છે. મોરબીમાં સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ કાલે મંગળવારે આવશે.