મહાનુભાવો તેમજ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં ક્રિકેટ ટીમનું બહુમાન કરાયું મોરબી : તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ મોઢ વણિક જ્ઞાતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતની ટીમો વચ્ચે મોરબીની ટીમે મેદાન મારી ટ્રોફી જીતી મોરબીનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે આ ટીમને સન્માનિત કરવાનો ખાસ કાર્યક્રમ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો. મુંબઈમાં ડોમ્બીવલી મોઢ એકતા ગૃપ ના કૈતનભાઈ ગાંધી તથા મનોજભાઈ વોરા દ્વારા તાજેતરમાં ઓલ ઈન્ડીંયા મોઢ વણિક સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન તા.૧૪ એપ્રિલ તથા ૧૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ તેમા કુલ ૧૧ ટીમે ભાગ લીધેલ જેમા મહારાષ્ટ્રની ૬ ટીમ, રાજરથાનની ૧ ટીમ તથા ગુજરાતની ૪ ટીમે ભાગ લીધેલ જેમા મોઢ વણિક મહાજન મોરબીની મોરબી મોઢ મહાજન ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્યારે આ ટીમને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોરબી ક્રિકેટ ટીમના સન્માન સમારોહમાં ભાવનગર મોઢ મહોદય સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ શાહ, ડોમ્બીવલી મોઢ એકતા ગ્રુપના કેતનભાઈ ગાંધી, મનોજભાઈ વોરા અને કલ્પીતભાઈ પારેખની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યા જ્ઞાતિજનોએ હાજરી આપી ક્રિકેટ ટીમનું બહુમાન કર્યું હતું.