મોરબી : સમસ્ત મોચી સમાજ મોરબી અને જાગા સ્વામિ મિત્ર મંડળ દ્વારા આજે તૃતીય સમુહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં પાંચ નવા દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરતા જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આજે વાવડી રોડ ખાતે આવેલ ગોકુલ હોલ ખાતે તૃતીય સમુહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં પાંચ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ નવદંપતિઓ મંડળ દ્વારા તમામ ઘરવખરીની ચીજવસ્તુઓ અને ભેટ સોગાદો ભેટ આપી મહેમાનોએ આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગર, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, વિજયભાઈ વાઘેલા, મંત્રી કાંતિલાલ જાદવ, સહમંત્રી વિજયભાઈ ચૌહાણ, ખજાનચી નાથાભાઇ ઝાલા, પ્રફુલભાઈ વાળા અને કાંતિભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.