સિંચાઈ કૌભાંડમા જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાને હાઇકોર્ટે આપી રાહત મોરબી : મોરબીના સિંચાઈ કૌભાંડમાં જેલ હવાલે રહેલા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની અરજી માન્ય રાખીને હાઇકોર્ટે જામીન મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લાની સિંચાઈ યોજનામા લાંચ લેવાના ગુનામાં જેલમાં ધકેલાયેલા ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટમા અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટે આ અરજી માન્ય રાખીને ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાને રેગ્યુલર જામીન આપી દીધા છે. આ જામીન શરતોને આધારે કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાના પક્ષે વકીલ નિરૂપમ નાણાવટી, મનીષ ઓઝા અને મેનાબેન પરમાર રોકાયેલા હતા. તેઓની ધારદાર દલીલોને માન્ય રાખીને હાઇકોર્ટે રેગ્યુલર જામીન મંજુર કરી આપ્યા છે.