હજુ પાંચેક દિવસ સારવાર ચાલશે : ચિંતાનું કોઈ કારણ ન હોવાનું તબીબોએ જાહેર કર્યું મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં તેઓની પાંચેક દિવસ સુધી સારવાર ચાલશે તેવું જાણવા મળ્યું છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા ત્રણેક દિવસથી અસ્વસ્થ હતા. ત્યાં એકા એક વધુ તબિયત લથડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે વધુ ઘનિષ્ઠ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ,અમદાવાદ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ પાંચેક દિવસ સારવાર હેઠળ રહેશે. હાલ યુરોલોજિસ્ટ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલ તબીબો ચિંતાનું કોઈ કારણ ન હોવાનું જણાવી રહ્યા છે. તેઓની તબિયત હજુ પણ નાદુરસ્ત હોવાથી તેઓને આરામની જરૂર હોય મુલાકાતીઓને મર્યાદિત સંખ્યામાં મળવા દેવામાં આવી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en